બોટાદ જીલ્લા શિક્ષણાધિકારી શ્રી આર.એસ.ઉપાધ્યાયની સુચના અનુસાર બોટાદ જીલ્લાની બિનસરકારી ગ્રાન્ટેડ શાળાઓનો માહે ડીસેમ્બર -2015 પગારબીલ કેમ્પ તેમજ સને 2014-15 વર્ષનું વર્ગ-4ના કર્મચારીઓનું બોનસ બિલના ડેટા સાથે તા.4-12-2015ને શુક્રવારના રોજ સવારના 11-00 કલાકે જીલ્લા શિક્ષણાધિકારી કચેરી સરકારી હાઇસ્કુલ બોટાદ ખાતે રાખેલ છે તેમજ ગ્રાન્ટેડ શાળાના આચાર્યશ્રીઓએ બપોરના 2-00 કલાકે સામાન્ય મીટીંગ નું આયોજન હોય અવશ્ય હાજર રહેવું
બોટાદ જીલ્લા શિક્ષણાધિકારી શ્રી આર.એસ.ઉપાધ્યાયની સુચના અનુસાર બોટાદ જીલ્લા માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘ નો જીલ્લા નો પ્રથમ વહીવટી સેમીનાર જીલ્લા પંચાયત તાલુકા પંચાયત -નગર પાલિકાની ચૂંટણી-2015 ની આચાર સંહિતાને કારણે વહીવટી કર્મચારી સંઘ પ્રથમ સેમીનાર તા. 31-10-2015 ને શનિવારે રાખવામાં આવેલ હતો જે હાલ પુરતો રદ કરવામાં આવે છે. હવે પછી સેમિનારની તારીખ નક્કી થયેથી જાણ કરવામાં આવશે જેની સર્વે આચાર્યાશ્રીઓએ એ નોંધ લેવી
બોટાદ જીલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વહીવટી કર્મચારી સંઘ પ્રથમ સેમીનાર