બોટાદ જીલ્લાની શાળાઓ માં 1 લી થી પાંચ દિવસ જ્ઞાન સપ્તાહ
બોટાદ જીલ્લાની તમામ સરકારી ,અનુદાનિત અને બિન અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં તા. 1 થી 5 સપ્ટેમ્બર દરમિયાન જ્ઞાન સપ્તાહની ઉજવણી થશે.જે અંતર્ગત તા.30 અને તા.31 ઓગસ્ટના રોજ ગામની સફાઈ અને સ્વચ્છ ગામ અભિયાન તથા 1 લી સપ્ટેમ્બર ના રોજ શાળાના સંકુલની સામુહિક સફાઈ વર્ગ સુશોભન હરીફાઈ અલગ અલગ સ્પર્ધાઓ યોજી પ્રમાણપત્રો તથા ઈનામોનું વિતરણ તથા તા 2 જી સપ્ટેમ્બર ના રોજ શાળાઓમાં વકતૃત્વ સ્પર્ધા ,નિબંધ સ્પર્ધા, કાવ્ય વાંચન,કેરમ ,યોગાસન , મહાપુરુષોના ચરિત્ર વાંચન જેવી સ્પર્ધાઓ યોજાશે તા.3 જીના રોજ શાળાનું સંચાલન તેમજ શાળાનું શૈક્ષણિક કાર્ય શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કરશે તા.4 ના રોજ પ્રભાત ફેરી જેમો વ્યસન મુક્તિ અભિયાન વૃક્ષારોપણ ,ચિત્ર સ્પર્ધાનું આયોજન થશે તા.5 ના રોજ નિવૃત શિક્ષકોને નિમંત્રણ આપીને ગ્રામ જનો સ્કૂલ મેનેજમેન્ટ કમિટિ ના સભ્યો,ટ્રસ્ટીઓ અને શિક્ષકોની હાજરીમાં ગુરુ વંદનાનું આયોજન કરવા જીલ્લા શિક્ષધીકારી સા શ્રી આર.એસ.ઉપાધ્યાય સા. બોટાદ ના જણાવ્યુ હતું શિક્ષક દિવસ સપ્તાહ તા.1 થી 5 સપ્ટેમ્બર 2014 ઉજવવાની નક્કી કરવામાં આવેલ છે આ વેબ સાઈટ www.ssagujarat.org માં માહિતી ડાઉન લોડ કરી અભ્યાસ કરી સપ્તાહની ઉજવણી કરવી .